42

મુખ્ય/ મૂળ ઉપનિષદ

ઉપનિષદ એટલે કે વેદાન્ત – ભારતીય દર્શનશાસ્ત્રના ખળખળ વહેતાં ઝરણાં. ઉપનિષદ ગુરુ-શિષ્ય પરમ્પરાની ધરોહર છે અને એનો શબ્દશ: અર્થ છે (ઉપ)ગુરુના (નિ)ચરણોમાં (ષદ)બેસવું. મૂળ કે મુખ્ય ઉપનિષદ 10(કે 13) છે. આ એ ગ્રંથો છે કે જેના પર શંકારચાર્ય અને રામાનુજ જેવા આપણા વિદ્વાનોએ ટીકા લખી છે.

મૂળ કે મુખ્ય ઉપનિષદમાં “બ્રહ્મ સત્ય જગત મિથ્યા” જેવા આધ્યાત્મિક સત્યના કરેલ અર્થઘટન વિષે આ ક્વિઝમાં આપણે ચકાસીશું. પ્રશ્નોની ક્રમસંખ્યા મૂળ ઉપનિષદોના પારમ્પરિક અનુક્રમાંકની જેમ ગોઠવ્યા છે, જોકે છેલ્લાં બે ઉપનિષદ સૌથી પ્રાચીન છે.

ઉપનિષદના મહાજ્ઞાની એવાં શ્રીમતી ગીતા કુલકર્ણીના MPhil મહાનિબંધથી આપણી આજની ક્વિઝ પ્રેરિત છે. એ ઉપરાંત બીજા સ્ત્રોત પણ છે. તેણીનો ખૂબ ખૂબ આભાર. આ વિષયમાં અમે નવોદિત છીએ, એટલે અહીં જે કંઈ પણ ભૂલો હોય તે સર્વે માટે અમે જવાબદાર છીએ.

Maniam Selvan Picture – Guru Sishya tradition in the background of Dakshnimoorthy

આપણો અભિગમ કે આપણું વલણ સાચું હોય તો આપણા કર્મનો દોષ લાગતો નથી એવું ઇશોપનિષદ કહે છે. બીજો કયો ગ્રંથ આ પાઠ આપે છે?

કેન ઉપનિષદને એનું નામ તેના જિજ્ઞાસાપ્રેરક પહેલા શ્લોકથી મળે છે. “કેન” શબ્દનો અર્થ શું છે?

કથા ઉપનિષદ, “ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને સ્વયં” વચ્ચેનો સંબંધ / તાલમેળ સમજાવવા કયા દ્રુષ્ટાંતનો ઉપયોગ કરે છે?

પ્રશ્નોપનિષદ કયા પ્રતીક / ચિહ્નનની મહત્તા સ્થાપિત કરે છે? હિન્દુ ધાર્મિક ક્રિયાઓમાં કયો જાપ સૌથી મહત્ત્વનો ગણાય છે?

આપણા પ્રજાસત્તાકનો પરમ ઘોષ, મુંડક ઉપનિષદમાંથી આવે છે. આપણો પરમ ઘોષ / આદર્શ સૂત્ર શું છે?

ગાઢ નિંદ્રા, સ્વપ્નાવસ્થા અને જાગૃત અવસ્થા સિવાય એક ચોથી અવસ્થા વિષે માંડુક્ય ઉપનિષદ જણાવે છે. એ અવસ્થા કઈ?

તૈત્રિય ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે આપણાં વ્યક્તિત્વના કેટલાં આવરણ છે?

ઐતરેય ઉપનિષદ, ઘણીવાર એને બનાવનારના વ્યવસાયને કારણે ——–ના શાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. બનાવનારનો વ્યવસાય શું હતો?

છાંદોગ્ય ઉપનિષદમાં ઋષિ ‘હરિદ્રુમાતા ગૌતમ’ કોના પુત્રને શિષ્ય તરીકે સ્વીકારે છે?

બૃહદ અરણ્યકા ઉપનિષદ કહે છે, “પરમ સત્ય સમજવા માટે માણસ પૂર્ણ નથી, એનામાં ઘણી ત્રુટિ છે”. આ સમજાવવા એ એક નકાર (અસ્વિકાર્ય) નો ઉપયોગ કરે છે, ” ન તો આ કે ન તો એ (પેલુ). ” આ સિદ્ધાંતની ઓળખ કયા નામે પ્રખ્યાત છે?

બહાર નીકળો

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In