20

વિજયનગર – વિસ્મ્રુત થયેલું સામ્રાજ્ય

દિલ્હી સુલતાનો દ્વારા નાશ પામેલા પ્રાચીન દક્ષિણ રાજ્યોના અવશેષો પર વિજયનગરનો ઉદ્ભવ ૧૪મી સદીમાં થયો.
હરિહર અને બક્કા તથા તેમના સંગમ ભાઈઓ – જેઓ અગાઉ કાકતિય અને કમ્પિલી રાજ્યોની સેવા કરતા હતા – એમણે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી.
આ સામ્રાજ્યે લગભગ બે સદી સુધી દક્ષિણ ભારતમાં પ્રભુત્વ જમાવ્યું અને તેની સંસ્કૃતિને ગહન આકાર આપ્યો.

બાબર એ ૧૬મી સદી ના ભારત ના બે હિંદુ રાજાઓ નો ઉલ્લેખ કર્યો છે – પ્રખ્યાત રાણા સાંગા અને વિજયનગર ના રાજા, જેમના વિશે તે લખે છે કે “તેના પ્રદેશ અને સૈન્ય બન્ને માં મોટો છે.” હંપી – જે તે સામ્રાજ્યની રાજધાની હતી – તે કર્ણાટક માં જ આવે છે.

કર્ણાટક દિવસ નિમિત્તે, ચાલો ઇતિહાસકાર રોબર્ટ સ્યુઅલ દ્વારા ‘એ ફર્ગોટન એમ્પાયરઽ (એક વિસ્મૃત સામ્રાજ્ય) તરીકે વર્ણવાયેલા વિજયનગર ના કેટલાક રહસ્યો ઉઘાડીએ.

આ ક્વિઝમાં શ્રીનિધિ દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે, કે જે એક યુવા ઇતિહાસ રસિક છે અને હાલ આઈઆઈટી કાનપુર માં કમ્પ્યુટર સાઇન્સ અને ભારતીય જ્ઞાન પ્રણાલીઓ માં પીએચડી કરી રહ્યા છે.

વિજયનગરમાં રસ ધરાવતા ઉત્સાહીઓ કેટલાંક અતિરિક્ત (બોનસ) પ્રશ્નો પણ અજમાવી શકે છે.

શંકરાચાર્ય દ્વારા સ્થાપિત એક મઠના અધિપતિએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપનામાં પ્રેરણા આપી હતી. એ કયો મઠ હતો?

વિજયનગર સામ્રાજ્ય દ્વારા કર્ણાટક સંગીતના કયા મહાન પ્રણેતાને સમર્થન આપવામાં આવ્યું હતું?

વિજયનગર દરબારના એક વિદ્વાનએ પોતાના ભાષ્ય દ્વારા વેદોને પુનર્જીવિત કર્યા. તે કોણ હતા?

વિજયનગરના રાજાઓએ ભારતના એક પ્રખ્યાત દેવી મંદિરને મુક્ત કરાવ્યું હતું અને આ ગંગાદેવીની કવિતાનો વિષય હતો. આ મંદિર કયું છે?

વિજયનગર સામ્રાજ્ય વર્તમાન દક્ષિણ ભારતના મોટા ભાગને આવરી લેતું હતું. પ્રખ્યાત રાજા કૃષ્ણ દેવરાય બહુભાષી હતા. તેમણે પોતાનું મહાકાવ્ય અમુક્તમલ્યદા કઈ ભાષામાં લખ્યું હતું?

વિજયનગરની જેમ, કયા પૂર્વ દખ્ખણ રાજ્યના રાજ્ય ચિહ્નમાં વરાહ હતું?

વિજયનગરના બધા શાહી હુકમો કયા દેવતાના નામે સહી કરેલા હતા?

વિજયા વિઠ્ઠલ મંદિરના ખંડેરોમાં સ્થિત પ્રખ્યાત પથ્થરનો રથ કયા પ્રતીક પર પ્રસ્થાપિત છે?

વિજયનગર સામ્રાજ્યના કયા ભવ્ય ઉત્સવની ઉજવણી હજુ પણ તેના અનુગામી રાજ્યોમાંના એક, મૈસુરમાં થાય છે?

૧૫૩૭ માં, વિજયનગરના સમ્રાટ અચ્યુતદેવરાયે ૧૨ ગામોનું અનુદાન આપ્યું જે આગળ વધીને બેંગ્લોર બન્યું. આ અનુદાન કોને મળ્યું?

ઇસ્ટ ઇન્ડિયા કંપનીની માલિકીની જમીનનો પહેલો ટુકડો વિજયનગર સામ્રાજ્ય દ્વારા આપવામાં આવ્યો હતો. તે એક મુખ્ય શહેરમાં વિકસ્યુ. આ શહેર કયું છે?

વિજયનગર સામ્રાજ્ય માટે કોનો હુમલો મૃત્યુઘંટ હતો?

બહાર નીકળો

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In