0

રથયાત્રા ક્વિઝ

પુરીની જગન્નાથ રથયાત્રાની જેમ જ ઓડિશાના મંદિરો પણ ભવ્ય છે. આ મંદિરો, ઉત્તરીય નાગરી અને દક્ષિણની દ્રવિડ સ્થાપત્ય શૈલીઓનો સુંદર સમન્વય છે. ત્રીજી સદી બીસીઇ અને પંદરમી સદી સીઈની વચ્ચે, આ ક્ષેત્ર(ઓડિશા) વિવિધ સંપ્રદાયો અને પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરતા ભવ્ય મંદિરોનું ઘર બન્યું. અન્ય પ્રદેશોથી વિપરીત, અહીંની સ્થાપત્ય શૈલી, રાજવંશોના પરિવર્તન સાથે બદલાઈ નથી; પરંતુ ‘શિલ્પ પ્રકાશ’ જેવા ગ્રંથોના ચુસ્ત પાલનને કારણે તે (અહીંની સ્થાપત્ય શૈલી) એક સમાન ધોરણની બની છે. જૂના ભુવનેશ્વરનું “એકામ્ર ક્ષેત્ર” એક ખુલ્લું સંગ્રહાલય છે, જેમાં ઓડિશાના મંદિરોના વિકાસને દર્શાવતી બસ્સોથી વધુ (ઐતિહાસિક) યાદગીરીઓ છે. રથયાત્રા-પૂજનની સાથોસાથ, ચાલો આપણે ઓડિશાના મંદિરો વિષે વધુ જાણીને તેમનું પણ સન્માન કરીએ; આ જાણકારીનો મુખ્ય સ્ત્રોત, વિદ્યા દેહેજિયા દ્વારા લિખિત ‘ઓરિસ્સાના પ્રારંભિક પથ્થર મંદિરો’ છે.

વિદ્વાનોનાં કહેવા અનુસાર લિંગરાજ મંદિર, “ઉડિયા પ્રતિભાના પારવેધક પ્રથમ પગલા” નું પ્રતિનિધિત્વ કરે છે. આ મંદિરમાં શિવ અને વિષ્ણુના કયા સંયુક્ત અવતારની પૂજા થાય છે?

કોણાર્ક (નું મંદિર) પણ એટલું જ ભવ્ય છે. મૂળ કોણાર્ક સૂર્ય મંદિરનો કયો નાનો ભાગ આજે અસ્તિત્વમાં જોવા મળે છે?

કયા વિખ્યાત મંદિરના દેવતાને ઓડિશાવાસીઓ વ્હાલથી, જગા, કાલિયા, ચકડોળા, દારુબ્રહ્મ અને નીલમાધવ, એવા લાડભર્યા નામોથી બોલાવે છે?

પાર્શ્વ-દેવતાઓ મંદિરની દિવાલો પર કોતરવામાં આવેલા સહાયક દેવતાઓ છે. પરશુરામેશ્વર શિવ મંદિર પર કયા પાર્શ્વદેવતા કોતરવામાં આવેલ છે?

ભૌમાકરા રાણી, ત્રિભુવન મહાદેવીએ ભુવનેશ્વરનું વૈતાલ દેઉલ મંદિર બનાવ્યું હતું. તેના શિખર ઉપરની ત્રણ ટોચ કયા દેવતાઓ દર્શાવે છે?

મંદિર સ્થાપત્ય અંગેના પાયાના ગ્રંથ, શિલ્પ પ્રકાશમાં જણાવ્યા અનુસાર “નારીબંધ વિના, મંદિર ફળ આપશે નહીં,” નારીબંધ શું છે?

ચૌસઠ યોગિની મંદિરો વિશિષ્ટ રૂપે ગોળાકાર અને છત વગરના હતા. તેમણે કયા મહાન આધુનિક સ્થાપત્ય સીમાચિહ્નરૂપ સ્થળને, દિલ્હીમાં બનાવવાની પ્રેરણા આપી હોવાનું કહેવાય છે

મા સામલેશ્વરી પશ્ચિમી ઓડિશાની સંરક્ષક દેવી છે. આ દેવીની બેઠક ક્યાં આવેલી છે?

નવમી સદીનું, ધેનકનાલ ખાતે આવેલું, ખુલ્લા આકાશ નીચેનું મહાકાય અનંતશયન વિષ્ણુ શું છે

એક દંતકથાના દાવા અનુસાર, પુરીના મંદિરોમાં તોડફોડ કરનારા મધ્યયુગીન આક્રમણકારનો ગુસ્સો, પુરીના શાંત નરસિંહે શાંત કર્યો હતો. આ આક્રમણકાર કોણ હતો?

લલિતાગિરિ, રત્નાગિરિ અને ઉદયગિરિ ત્રણ ભવ્ય ઐતિહાસિક સ્થળો છે. આ સ્થળો કયા ધર્મ કે સંપ્રદાયના છે?

જૈન રાજા ખારાવેલ દ્વારા ઉદયગિરી (ભુવનેશ્વર નજીક) ખાતે બનાવેલ હાથીગુમ્ફા શિલાલેખમાં ભારતનું નામ ઉલ્લેખિત છે. આ પહેલો જાણીતો શિલાલેખ છે, જેમાં આ વિશિષ્ટ નામ છે. (ભારતનું) કયું નામ કોતરાયેલું છે?

બહાર નીકળો

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In