પાંડવોને તેમની નવી રાજધાની વસાવવા માટે ખાંડવ વનનો વિસ્તાર સોંપવામાં આવ્યો હતો, પરંતુ તે એક ગીચ જંગલ હતું.
એક લાંબા યજ્ઞ બાદ અગ્નિદેવ થાકી ગયા હતા અને તેઓ ખાંડવ વન તથા તેમાં રહેલા જીવોને ભસ્મીભૂત કરવા માંગતા હતા. જોકે, ખાંડવ વન ઇન્દ્રના રક્ષણ હેઠળ હતું કારણ કે ત્યાં તેમનો મિત્ર તક્ષક રહેતો હતો.
કૃષ્ણ અને અર્જુને અગ્નિદેવને મદદ કરવાનું બીડું ઝડપ્યું. જ્યારે અગ્નિ પ્રજ્વલિત થઈ , ત્યારે તેમણે ઇન્દ્રના વરસાદને અને ત્યાંથી ભાગતા જીવોને રોકી રાખ્યા. યમુના નદીના કિનારે સાફ કરાયેલો એ વિસ્તાર ઇન્દ્રપ્રસ્થ બન્યો, જેની ઓળખ વર્તમાન દિલ્હી તરીકે થાય છે.
તેના બદલામાં તેમને અર્જુન માટે ગાંડીવ ધનુષ, ક્યારેય ખૂટે નહીં તેવી ભાથાની જોડી અને રથ મળ્યા, તથા કૃષ્ણ માટે સુદર્શન ચક્ર પ્રાપ્ત થયું. સળગતા જંગલમાંથી બચી ગયેલા લોકોમાં ‘મય’ (મયદાનવ) પણ એક હતા, અને તેમણે જ પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થનું નિર્માણ કર્યું.