0

શિવરાત્રી પ્રશ્નોત્તરી

આ ઇન્ડિયાત્રાની 100મી ક્વિઝ/ પ્રશ્નોત્તરી છે.
શિવજી સાથે હજારો કથાઓ સંકળાયેલ છે, કે જે હજારો અને લાખો વાર કહેવાય છે અને યાદ કરાય છે. ચાલો શિવરાત્રીના પરમદિને, શિવજી સાથે સંકળાયેલ થોડી ભવ્ય કથાઓને ફરીથી યાદ કરી લઈએ. શિવજીની બીજા દેવી દેવતાઓ સાથેની, એમના ભક્તો સાથેની, એમના વિરોધી અને શત્રુઓ સાથેની કથાઓ. એ વિનાશકારી, વિશ્વને બચાવનાર, પુનરુત્થાન કરનાર અને છતાં સામાન્ય નશ્વર જીવોનિ જેમ પ્રેમ અને નસીબ સામે અસહાય છે એ દર્શાવતી કથાઓ.
ઇન્ડિયાત્રાની આ સીમાચિહ્ન પ્રશ્નોત્તરી પ્રસંગે, ભાગલેનારામાંથી નસીબવંતા 20 ને વિક્રમ સમ્પતની પુસ્તક ‘Waiting for Shiva’ ભેંટ કરવામાં આવશે.

1. લીંગોદભવ કથામાં અનન્ત સ્તંભનું તળિયું શોધવા વિષ્ણુજીએ એમના એક અવતારનું સ્વરૂપ ધારણ કર્યું હતું. એ કયું સ્વરૂપ હતું?

કાંખલમાં સતીએ આત્મદાહ લીધો હતો જેથી કોપાયમાન થઇ શિવજીએ તાંડવ કર્યું. આ કાંખલ, કયા પ્રખ્યાત યાત્રાસ્થળની નજદીકમાં આવ્યું છે?

શિવજીએ કોને પ્રાણ બાળીને ભષ્મ કરી દીધો અને પાર્વતીજી સાથે લગ્ન પછી એને પુનર્જીવિત ‌કર્યો?

શિવજીએ કયા મહા યોદ્ધાને સામસામેના દ્વન્દયુધ્ધ બાદ પશુપતાસ્ત્ર ભેંટ કર્યું?

નૃત્યમગ્ન શિવજી/ નટરાજના ચરણોથી છુંદાયેલ રાક્ષસ અપસ્માર શું દર્શાવે છે?

શિવજીનુ એક નામ ત્રિપુરાન્તક છે. બ્રહ્માને સારથી તરીકે અને વિષ્ણુને અસ્ત્ર‌ તરીકે સાથે રાખીને એમણે ત્રણ શહેરોનો નાશ કર્યો. ક્યા અસુરને આ ત્રણ શહેરોનું વરદાન મળ્યું હતું?

પોતાના એક ભકત બાણાસુરને બચાવવા શિવજીએ બીજા સુપ્રસિદ્ધ દેવ સાથે યુદ્ધ કર્યું હતું. એ દેવતા કોણ?

શિવજી જેવાને પણ સાડાસાતી જેવી જ્યોતિષ/ ખગોળ શાસ્ત્રીય ઘટનાઓ છોડતી નથી. એવો કયો ખગોળ પિન્ડ આ સમયનું સંચાલન કરે છે?

શિવજીએ પોતાના ત્રિશુળથી ટેકો આપી અવિમુકત નગરને વૈશ્વિક વિઘટનથી બચાવી લીધું. કયું પવિત્ર શહેર આ નામથી ઓળખાય છે?

જેના પર જીવન ટકેલું છે, પાર્વતીએ એવું સ્વરૂપ ધારણ કર્યું. વિશ્વનુ અસ્તિત્વ શક્તિ વિના પણ શક્ય છે, એવું શિવજીનુ વિધાન ખોટું સાબિત કરવા એમણે આમ કર્યું. એ કયું સ્વરૂપ છે?

અંધકાસુર શિવ અને શક્તિનો પુત્ર છે. એના પાલક પિતાનો વધ વિષ્ણુનાં વરાહ અવતારે કર્યો હતો. એ પાલક પિતા કોણ?

પોતાનો એ ભક્ત કે જે નાની વયે કાળ પામવાનો હતો, શિવલિંગમાંથી પ્રગટ થઈને તેને બચાવનાર શિવજી કાલાન્તકા તરીકે જાણીતા છે. એ પરમ ભક્ત કોણ?

બહાર નીકળો

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In