15

ભારતના ભક્તિ સંતો ક્વિઝ

આજે લોકપ્રિય ભક્તિ કવિ સંત કાબીરની જયંતિ છે, જેમનો જન્મ લગભગ છસો પચીસ વર્ષ પહેલાં થયો હતો અને જેમણે ઉત્તર ભારતના લોકોના માનસ પર અમીટ છાપ છોડી છે.પરમેશ્વર ની અનન્ય ભક્તિ કર વી એ એક પ્રાચિન પરમ્પરા છે. ઇશા ઉપનીષદ અને શ્રીમદ ભગ વદ્ ગીતામાં પ્રભુ ભક્તિ ની પ્રશંશા કરવામા આવી છે. ભક્તિ કવિતાનો ઉદ્દભવ છઠ્ઠી સદી માં તમિળ ક્ષેત્રમાં થયો હતો અને તે ભારતભર માં ફેલાયો હતો.

પદ્મપુરાણના ભાગવતમાહાત્મ્યના પહેલા અધ્યાયમાં, ભક્તિ દેવી કહે છે: મારો જન્મ દ્રવિડની પવિત્ર ભૂમિ પર થયો, કર્ણાટકમાં ઉછેર થયો. હું મહારાષ્ટ્રના પ્રદેશમાં ખીલી, અને ગુજરાતમાં છીછરી અને વિખરાયેલી બની. પછી જ્યારે હું વૃંદાવન શહેરમાં પહોંચી, ત્યારે મારા શરીરને એક નવા સ્વરૂપથી શણગારવામાં આવ્યું. હું પહેલા પણ ખૂબ જ સુંદર હતી, હવે હું સંપૂર્ણપણે અનુપમ બની ગઈ છું.

આ ૧૨ પ્રશ્નાવલિ મા, આપણે આપણા ભક્તિ સંતો વિશે જાણીશુ. આ પ્રશ્નોતરી એન્ડ્રુ શેલિંગ દ્વારા કર વા મા આવેલ ભક્તિકાવ્ય ના કાવ્યસંગ્રહ પર આધારીત છે. પાંચ ભાગ્યશાળી શ્રેષ્ઠ પ્રતિભાવ આપનારાઓને ભેટ મા શ્રી બીબેક દેબ્રોય લિખિત ‘ભગવદ ગીતા ફોર મિલેનિએલસ’ આપવામા આવશે.

તમિલ પ્રદેશમાં, છઠ્ઠી અને દસમી સદીની વચ્ચે, વૈષ્ણવ પરંપરાના  સંતોના કયા નોંધપાત્ર જૂથે તેમની આગવી ભક્તિ કવિતા દ્વારા એક ભક્તિમાર્ગ બનાવ્યો? 

 અક્કા મહાદેવી ૧૨મી સદીના વિરશૈવ સંત હતા. તેઓ સ્પષ્ટવક્તા હતા અને તેમના રૂઢિચુસ્ત-વિરોધી ‘વચન’ વિરોધ-કવિતા તરીકે અજોડ છે. તેમણે કઈ ભાષામાં લખ્યું હતું? 

 ૧૩૦૦ ના દાયકામાં રહેતા લાલ દેદ અથવા લલ્લા,  પ્રથમ ભક્તિ સંતોમાંના એક હતા જેમને હિન્દુઓ અને મુસ્લિમો બંને પોતાના સંત તરિકે ઓળખાવતા હતા. તેઓ ક્યાં રહેતા હતા? 

  ધુજૅટિ ૧૬મી સદીના મધ્યમાં તિરુપતિ નજીક આવેલા શ્રી કાલહસ્તી મંદિર પ્રત્યેની ભક્તિ માટે પ્રખ્યાત સંત હતા. આ મંદિર કયા ભગવાનને સમર્પિત છે? 

 આમાંથી કયા સંતો મહારાષ્ટ્રની પ્રખ્યાત વારકરી સંત પરંપરાના નથી? 

 અખા ભગત અથવા અખોએ સામાજિક રીતરિવાજોની ટીકા કરતી ગુજરાતીમાં તીવ્ર કવિતા લખી હતી. તેમની છ પંક્તિની કવિતાઓને શું કહેવામાં આવે છે? 

 અંધ સંત સૂરદાસ કૃષ્ણ પરની તેમની કવિતાઓની મીઠાશ માટે પ્રખ્યાત છે. તેમણે કઈ ઉત્તર ભારતીય બોલીમાં રચના કરી હતી? 

 પ્રધાનમંત્રી મોદીએ દલિત, ચામડા કામ કરતા સમુદાયના આ ભક્તિકવિને ટાંકીને ભાર મૂક્યો હતો કે નેતાની ભૂમિકા તેના લોકો માટે ખોરાક અને સમાનતા સુનિશ્ચિત કરવાની છે. આ કવિ કોણ છે? 

 અકબરના દરબારમાંના નવરત્નોમાંથી કઈ વ્યક્તિએ ભક્તિ કાવ્ય લખ્યું છે જે આજે પણ હિન્દી ભાષી લોકોમાં લોકપ્રિય છે?

 તેઓ બંગાળમાં ફરતા ભક્તો, જે ગામડે ગામડે ભગવાનની સ્તુતિ ગાતા અને ધાર્મિક વિધિઓ અને જાતિવાદને કટુ શબ્દોથી વખોડતા. તેઓ કોણ છે? 

 જ્યારે કબીરનું અવસાન થયું, ત્યારે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે અંતિમ સંસ્કાર બાબતે વિવાદ થયો. જ્યારે તેઓએ કફન ઉપાડ્યું, ત્યારે તેમનું શબ શેમાં ફેરવાઈ ગયું હોવાનું કહેવાય છે? 

 કયા મહાન બંગાળી સમાજસુધારક અને આધુનિકતાવાદીએ ઉત્કૃષ્ટ ભક્તિ કવિતા લખવા માટે ભાનુસિંહ ઉપનામ અપનાવ્યું હતું? 

બહાર નીકળો

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In