શ્રીવિષ્ણુની આરામદાયક શૈયા બનતો, શેષ અથવા અનંત નાગ એક વિશાળ, હજાર ફેણવાળો નાગ છે, જે બ્રહ્માંડના સમુદ્રમાં ફરતો રહે છે. તે બ્રહ્માંડને પોતાની ફેણ પર રાખે છે અને ભગવાનનો મહિમા ગાય છે. ‘શેષ’ નો અર્થ ‘બ્રહ્માંડ અંત પછી પણ બાકી બચી રહેતો’ છે, જ્યારે ‘અનંત’ નો અર્થ ‘જેનો અંત નથી તે’ છે. ગીતામાં શ્રીકૃષ્ણ, શેષ(નાગ)ની સ્તુતિમાં કહે છે, “નાગોમાં હું અનંત છું”. ‘નાગ’ નો અર્થ અનેક ફેણવાળો (નાગ) છે, જ્યારે ‘સર્પ’ (નો અર્થ) એક સામાન્ય સાપ છે. વરાહ (જંગલી સૂવર) અવતારમાં, પૃથ્વીને બચાવવા માટે શ્રીવિષ્ણુએ બ્રહ્માંડના સમુદ્રમાં ડૂબકી લગાવી હતી. પાણીમાંથી બહાર નીકળતા સમયે જંગલી સૂવરના પગને, શેષ નાગે ટેકો આપ્યો હતો. masalabox.co.in માંથી મળેલી છબી, મધ્યપ્રદેશમાં ગુપ્ત યુગની ઉદયગિરિ ગુફાઓમાંનું એક શિલ્પ, શેષ (નાગ) વરાહને ટેકો આપતો હોવાનું સ્પષ્ટપણે દર્શાવે છે.