સાંખ્ય અને યોગ ફિલસૂફી અનુસાર, પુરુષ શુદ્ધ સ્થિર ચેતના (આત્મા) સમાન છે અને પ્રકૃતિ ભૌતિક બ્રહ્માંડ (નિસર્ગ) માટે જવાબદાર સર્જનાત્મક શક્તિ છે. આ જ વાત ત્યારબાદની, શિવ-શક્તિની કલ્પનામાં પણ પ્રતિબિંબિત થાય છે, જે આપણને ખૂબ જ પરિચિત છે. વેદ સૂચવે છે કે પરમાત્મા, અનેક બનવાની ઇચ્છાને કારણે, વિશ્વનું સર્જન કરે છે. બ્રહ્માંડ, આ રીતે પરમાત્મા-રુપ બને છે. ઇન્દ્ર પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે. વરુણનું (ભૌતિક બ્રહ્માંડમાં) પોતાનું કોઈ વ્યક્તિત્વ નથી. આ લગભગ પુરુષ અને પ્રકૃતિને અનુરૂપ છે. વરુણ આ રીતે, માયાની શક્તિ દ્વારા, પરમાત્માના સાચા સ્વભાવને છુપાવે છે. ઇન્દ્ર, સર્જનની સકારાત્મક બાજુનું પ્રતિનિધિત્વ કરે છે અને વરુણ તેનાથી વિરુદ્ધ છે અને બ્રહ્માંડને સુમેળમાં રાખવા માટે તે બંને સાથે મળીને કામ કરે તે જરૂરી છે. વેદો આ વાતનો ઉલ્લેખ, ઇન્દ્ર-વરુણના સંયુક્ત શ્લોકોમાં કરે છે. વેદોમાં વરુણને અસુર કહેવામાં આવે છે, જેનો અર્થ ફક્ત શક્તિશાળી થાય છે. આમ, વરુણનું મૂળભૂત ચરિત્ર નકારાત્મક છે/ નકારાત્મકતા પર આધારિત છે.