23

ભારતીય અભિયાંત્રિકી/ ઈજનેરી પ્રશ્નોત્તરી

આજે (17 સપ્ટેમ્બર2025) વિશ્વકર્મા દિવસ છે. સૌ પ્રથમવાર વિશ્વકર્માનો સન્માનસહ ઉલ્લેખ ઋગ્વેદમાં થયો છે – તેઓ અભિયાંત્રિકીના સ્થાપક દેવ રૂપે ઉભરી આવે છે. વિશ્વેસરિયાએ એ અદભુત પરંપરા પુન:સ્થાપિત કરી અને એમનો જન્મદિવસ (15 સપ્ટેમ્બર) સંપુર્ણ ભારતમાં ઈજનેર દિન તરીકે ઉજવવામાં આવે છે.

ચાલો આજે આપણે ધાતુ વિજ્ઞાન, સિંચાઈ અને માર્ગ નિર્માણ જેવી ઈજનેરી શાખાઓમાં ભારતીય સંસ્કૃતિની અનન્ય ઉપલબ્ધીઓને યાદ કરીને બિરદાવીએ. અમારી site, indiyatra.in પર મુકેલ અગાઉની ક્વિઝ ‘Technologies in Bharat’ ના આગલા ચરણરૂપ આજની પ્રશ્નોત્તરી છે. પાંચ ભાગ્યશાળી પ્રતિસ્પર્ધી, બિબેક દેબરોય લિખિત ભગવદ ગીતા પુસ્તક જીતી શકે છે.

1: મોક્ષગુંડમ વિશ્વેસરિયાના જન્મદિવસને ઈજનેર દિન તરીકે ઉજવવામાં આવે છે. એમણે એ કયો વિશાળ બાંધ બાંધ્યો કે જે આજે પણ કર્ણાટક અને તામિલનાડુ ને જળ આપુર્તિ કરે છે?

2: પુરાતત્વ વિભાગના તાજેતરના શિવગલૈ અને આસપાસના સંશોધન સૂચવે છે કે ભારતમાં લોઢું ગાળવા/ ધાતુ બનાવવાની પ્રક્રિયા કદાચ 5000 વર્ષ જૂની છે. આ શિવગલૈ ક્યાં આવ્યું?

પ્રશ્ન 3:‌ ઇસ્વિની પહેલી સદીમાં, તામિલનાડુમાં બંધાયેલો કલ્લનૈ બાંધ, કદાચ હજુ પણ ઉપયોગમાં લેવાતો ભારતનો સૌથી જુનો બાંધ છે. ક્યા રાજવંશે એનું નિર્માણ કર્યું હતું?

4: મગધના એક રાજવંશના પથ્થર-શિલ્પો ને એક વિશિષ્ટ લેપ દ્વારા સુંવાળો ચમક ભર્યો ઓપ અપાતો, જે પટના મ્યુઝિયમ સ્થિત પ્રખ્યાત દીદારગંજ યક્ષી પર જોઈ શકાય છે. એ રાજવંશનું નામ આપો.

પ્રશ્ન 5: વાવ/ બાવલી એ ભારતીય સ્થાપત્યના ઉમદા ઉદાહરણ છે જે નાગરિકો માટેની અનુપમ સૌંદર્યભરી સુવિધા છે. આવી રાણીની વાવ ક્યાં છે?

6: બહુ ઓછા પ્રસિદ્ધ, દક્ષિણ ભારતના ના એક રાજવંશે, નરમ પથ્થર (soapstone) વાપરી ખૂબ જ સુંદર કોતરકામ વાળા, તારા આકારના વિશિષ્ટ મંદિરો બનાવ્યા. એ મંદિરોના સંઘાડાઉતાર સ્તંભો જાણે કે lathe પર ઉતાર્યા હોય તેવાં સરસ છે. એ રાજવંશ કયો?

7: હમ્પીના વિઠ્ઠલ મંદિર અને એવાં અન્ય હોયસલા મંદિરો સાથે સંગીત/ ધ્વનિ/ નાદ સંબંધી એક રસપ્રદ વાસ્તવિકતા ગુંથાયેલી છે. એ શું છે?

8: કયા મધ્યકાલીન સુલતાને ગંગા જમના દોઆબ વિસ્તારમાં સિંચાઈ માટે વિસ્તૃત નહેરો બનાવડાવી?

9: શેર શાહ સૂરી, “ગ્રાન્ડ ટ્રન્ક રોડ” માટે હંમેશા યાદ કરાશે. ક્યા બે સ્થાનોને એ જોડે છે?

પ્રશ્ન 10: “નામડાન્ગ શીલા સાકુ” એક જ ખડકમાંથી કોતરી કાઢેલો સડક પુલ છે. એ ક્યાં આવેલો છે?

આ UNESCO world Heritage siteમાં ઠંડક જાળવવા માટે Venturi effectનો ઉપયોગ થયો છે. આ કયું સ્થાન છે?

12: કેરળનું અરનમૂલા એક કાચ વગરના દર્પણ બનાવવાની પદ્ધત્તીની GI tag માટે જાણીતું છે. એ દર્પણ બનાવવા માટે શું વાપરે છે?

બહાર નીકળો

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In