નળ દમયંતીની વાર્તા, મહાભારતના વન પર્વ માં આવે છે. યુધિષ્ઠિર એક સંતને પૂછે છે કે, શું કોઈ રાજા એનાથી પણ વધુ અભાગી હતો. સંત, રાજા નળની કથા વર્ણવે છે કે જે અન્ય ઘણાં પુરાણોમાં પણ કહેવામાં આવી છે. એ કથા જુગટું ન રમવા સાવચેત કરે છે.
નિશાદનો રાજા નળ સુંદર અને ઉમદા છે. વિદર્ભના રાજાની કુંવરી રૂપ અને ગુણમાં એની સમોવડી છે. પોતાનો પ્રેમ પ્રદર્શિત કરવા રાજા નળ સુવર્ણ હંસ ભેટ કરે છે.
આકાશી દેવો પણ દમયંતીને પસંદ કરે છે – તેઓ નળ પર દબાણ લાવે છે કે તે, તેઓની ભાવના દમયંતીને કહે. દમયંતી તેમનો અસ્વીકાર કરી નળ સાથે વિવાહ કરે છે.
સમય જતાં રાજા નળ કળિયુગના પ્રભાવમાં આવે છે. એનો ભાઈ એને સોગટાં/ ચોપાટ રમવા માટે પડકારે છે અને રાજા નળ પરાજિત થાય છે. એ દમયંતીને છોડી, રાજપાટ ત્યાગી ભટકતો ફરે છે, રસોઈયા તરીકે કામ કરે છે. આખરે દમયંતીની ભક્તિશક્તિની મદદથી નળ, કળીને હરાવે છે.