મંદિર સ્થાપત્ય અંગેના પાયાના ગ્રંથ, શિલ્પ પ્રકાશમાં જણાવ્યા અનુસાર “નારીબંધ વિના, મંદિર ફળ આપશે નહીં,” નારીબંધ શું છે?
શિલ્પ પ્રકાશમાં જણાવાયું છે કે બાહ્ય દિવાલો પર કુમારિકાઓની પટ્ટિકા(પેનલ) દર્શાવવી આવશ્યક છે, અને વધુમાં જણાવાયું છે કે ‘પત્ની વગરના ઘર, સ્ત્રીઓ વગરના ઉલ્લાસની જેમ નારીની આકૃતિઓ વગરના મંદિર, કોઈ ફળ આપશે નહીં’. દસમી સદીનું મુક્તેશ્વર મંદિર, જે ઓડિશાનું પ્રથમ સંપૂર્ણ મંદિર હતું, તેમાં નારીબંધ દર્શાવવામાં આવ્યો હતો. તેને પંચાયતન મંદિર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે, જેમાં ચાર સહાયક મંદિરો દ્વારા ઘેરાયેલું મુખ્ય મંદિર છે. આ પ્રકારની મંદિરની રચના આખરે માનક બની ગઈ, જોકે આઠ સહાયક મંદિરોવાળી રચનાઓ (અષ્ટાંગ) પણ કરવામાં આવી હતી. જૂના પરશુરામેશ્વર મંદિરમાં, આવી સ્ત્રી- આકૃતિઓ ઊંચી દિવાલો પર છુપાયેલી હતી, પરંતુ મુક્તેશ્વર મંદિરમાં, તેમને મુખ્ય સ્થાને મૂકવામાં આવી છે. સ્થાપત્યની આ ખાસ અભિવ્યક્તિએ, ખજુરાહોના મંદિરોની બાહ્ય દિવાલો પર જોવા મળતાં પ્રખ્યાત શૃંગારિક શિલ્પો (મિથુન) માટેનો માર્ગ મોકળો કર્યો. મુક્તેશ્વર મંદિરની દિવાલો પંચરથ છે, જેનો અર્થ છે કે આ દિવાલો પાંચ ઉભા વિભાગોમાં વહેંચાયેલ છે. અન્ય અનોખા લક્ષણોમાં, સુશોભિત પ્રવેશદ્વાર (તોરણ), અત્યાધિક સુશોભિત છત, સાદા સ્તંભોની મર્યાદિત સંખ્યાઅને નાગ-નાગણવાળા દિવાલ-સ્તંભોનો, સમાવેશ થાય છે. વધુમાં, ત્યાં મિશ્રિત શિલ્પ પટ્ટિકાઓ(પેનલો) છે, જે મુખ્યત્વે નવગ્રહો અને સપ્તમાતૃકાઓનું ચિત્રણ કરે છે. ચિત્ર સાભાર: રામાનુજમ એસ.આર.