28

જન્માષ્ટમી પ્રશ્નાવલિ

આપણે દ્વારકા, મથુરા અને વૃંદાવનને કૃષ્ણભૂમિ તરીકે જાણીએ છીએ. ભારતમાં બીજા ઘણા સુંદર સ્થળો છે. આ ક્વિઝમાં, અમે તમને એવા સ્થળોએ લઈ જઈશું જ્યાં કૃષ્ણ રહ્યા, લીલાઓ કરી, યુધ્ધ લડયા, યુક્તિઓ રચી અને જ્ઞાન આપ્યું. આવો આપણે, વાંસળીના સૂરો ના પગલે પગલે જઇયે.
આ ક્વિઝમાં ચિત્રો ટાઈની ટોટ પબ્લિકેશન્સ અને શાંતિ પબ્લિકેશન્સ દ્વારા કૃષ્ણ પરના પુસ્તકોમાંથી લેવામાં આવ્યા છે.
પાંચ ભાગ્યશાળી સહભાગીઓને અર્જુન ભારદ્વાજ દ્વારા લિખિત ઉત્કૃષ્ટ પુસ્તક “એસેન્શિયલ રામાયણ” પ્રાપ્ત થશે . આ ‘ઇન્ડિયાત્રા ક્વિઝ’ ના પાંચમા વર્ષની શરૂઆત છે.

વસુદેવ મધ્યરાત્રિએ નવજાત કૃષ્ણને નદી પાર લઈ ગયા અને તેમને યશોદા તથા નંદને સોંપ્યા. વસુદેવ તેમને ક્યાં લઈ ગયા હતા ?

ઇન્દ્રના સાત દિવસના પ્રચંડ વરસાદથી ગોવાળો અને પશુઓનું રક્ષણ કરવા માટે કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો. આ ઘટના સાથે કયું પ્રખ્યાત ભોજન સંકળાયેલું છે?

ગુરુ સાંદીપનિ પાસે ઔપચારિક શિક્ષણ મેળવવા માટે કૃષ્ણ, બલરામ અને ઉદ્ધવને કયા નગરમાં મોકલવામાં આવ્યા હતા?

યાદવો વચ્ચે યુદ્ધ થયું અને કૃષ્ણે પ્રભાસ ખાતે પૃથ્વી નો ત્યાગ કર્યો. પ્રભાસ કયા દરિયાકાંઠાના શહેરની નજીક આવેલું છે?

હિંદુઓ અને જૈનો બંને માટે પવિત્ર ગણાતા ગિરનાર પર્વત પર જ શ્રીકૃષ્ણે એક રત્ન પાછું મેળવવા માટે જાંબવંત સાથે ૨૮ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. આ કયું રત્ન છે?

જ્યારે જરાસંધે ઘેરો ઘાલ્યો ત્યારે કૃષ્ણ અને બલરામ સમુદ્ર કિનારે આવેલા ગોમંતક પર્વત પર ચાલ્યા ગયા હતા. અત્યારે આપણે તેને કયા નામે ઓળખીએ છીએ?

મહારાષ્ટ્રના વર્તમાન અમરાવતી જિલ્લામાં આવેલા કુંડિનપુરથી શ્રીકૃષ્ણે કોનું અપહરણ કર્યું હતું?

દ્રૌપદીનો સ્વયંવર પાંચાલની કઈ રાજધાનીમાં થયો હતો?

જરાસંધને મારવા માટે કૃષ્ણ, ભીમ અને અર્જુન વેશ ધારણ કરી મગધનની કઈ રાજધાનીમાં પ્રવેશ્યા હતા?

વ્રજનું કયું ગામ નંદના નિવાસસ્થાન તરીકે ઓળખાય છે, જ્યાં ગોકુલ અને વૃંદાવન છોડ્યા પછી કૃષ્ણે તેમનું બાળપણ વિતાવ્યું હતું?

કૃષ્ણ અને અર્જુને કયું જંગલ બાળી નાખ્યું હતું, જેનાથી તે ભૂમિ સાફ થઈ જેના પર પાછળથી ઇન્દ્રપ્રસ્થનું નિર્માણ કરવામાં આવ્યું?

કૃષ્ણએ પ્રાગજ્યોતિષામાં નરકાસુરનો વધ કર્યો હતો. આ દિવાળી અથવા નરક ચતુર્દશી તરીકે ઉજવવામાં આવે છે. પ્રાગજ્યોતિષા ક્યાં છે?

બહાર નીકળો

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In